રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા
બાબરા તાલુકાના ચમારડી ગામે ધરે કોઇને કીધા વગર નિકળી ગયેલ ૧૧ વર્ષનો બાળક જેનુ નામ રાહીલ તોફીકભાઈ કાચેલીયા હોય જે મુંગો હોય અને સાંભળી પણ ન શકતો હોય આ બાળક ધરે કોઇને કહ્યા વગર નિકળી ગયેલ જે અંગે બાબરાના પત્રકાર આદીલખાન પઠાણ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. પ્રસાદ સાહેબની સૂચનાને આધારે બાળક ને કોટડપીઠા ચેક પોસ્ટના ફરજ પરના જગદીશભાઈ રામાણી દ્વારા બાળકને ગોતી અને બાબરા પોલીસ સ્ટેશનમાં લાવેલ અને ત્યાં બાળકને પોતાના પરિવારને સોંપ્યો હતો. બાબરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુમ થયેલ બાળકને શોધી તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું.