અમરેલી જિલ્લાના બગસરા શહેરના હાર્દ સમા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

બગસરા શહેરના કુકાવાવ નાકાથી પોલીસ સ્ટેશન સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય બગસરા નગરપાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવાના અંતે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પાચ કરોડ ત્રીસલાખ ઉપરાંતની ગ્રાન્ટ મંજૂર કરતા જેનું ખાતમુહૂર્ત બગસરા નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમુરત કરવામાં આવ્યું હતું ત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલતમાં હોય શહેરની જનતા તોબા પોકારી ગઈ હતી ત્યારે ચોમાસાની ઋતુમાં તુ રોડ ઉપર જાણે દરિયો ફરી વળ્યાો હોય તેવી હાલત જોવા મળતી હોય ત્યારે પાણી ભરાઇ જવાની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા સરકારમાં અનેક વખત રજુઆત કરવાના અંતે સરકાર દ્વારા આ રોડ મંજુર કરવાની ખાતરી આપતા આગામી દિવસોમાં નગર પાલિકાની મળેલી કારોબારી સમિતિમાં આ રોડને બહાલી આપીને આ રોડ મંજુર કરવા માટે સરકાર ને અનુરોધ કર્યો હોય ત્યારે હાલ એક વર્ષ ઉપર મંજુર થયેલ હતો પરંતુ કોરોનાવાયરસ ની મહામારી મહામારી ના સંજોગો હોય જેને ધ્યાનમાં રાખીને રોડનું ખાતમુહૂર્ત મોડું થયું હતું પરંતુ હાલ રોડનું ખાતમુહૂર્ત થતા બગસરા ની જનતામાં પણ ખુશી છે ત્યારે હાલ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા આ રોડ સારો બને તે માટે પણ તંત્રને તાકીદ કર્યા હતા અને આગામી દિવસોમાં રોડનું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવશે અને રોડ સારો બને તે માટે પણ લોકોએ જાગૃતિ દાખવે તેવી પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *