રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
આજરોજ વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ ના પ્રમુખ શ્રી તેમજ સમસ્ત ખારવા સમાજ વેરાવળ ના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા સનાતન હિન્દૂ સેવા સમાજ ના હોદેદારો સાથે ઐતિહાસિક મહાદેવોના મંદિરોના દર્શનાર્થે નીકળેલ.
વિશ્વમાં જે કોરોના મહામારી નો પ્રકોપ ફાટી નીકળેલ છે. ત્યારે વેરાવળ પાટણ ના પ્રજાજનો ના આરોગ્ય ના રક્ષણ માટે પ્રાંચીન તીર્થ ધામ નજીક આવેલ ટોબરા ગામે પૌરાણીક ઐતિહાસિક તીર્થ જીલેશ્વર મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ને શીશ ઝુકાવી જળાભિષેક સાથે વેરાવળ પાટણ ના સમસ્ત પ્રજાજનો વતી દેવાધિદેવ મહાદેવ ને પ્રાર્થના કરેલ કે દરેક ને આ મહામારી ના પ્રકોપ થી દૂર રાખે અને દરેક ને સારૂ સ્વાથ્ય,સુખ અને સમૃદ્ધિ આપી નિરોગી રાખે. તેવી પૂજા અર્ચના કર્યા બાદ મહંત શ્રી સરયુગીરીનાં આશીર્વાદ મેળવી અને અમારે લાયક કોઈ પણ સેવા હોય તો કહેવા વિનંતિ કરેલ અને ત્યાંથી ભગવાન ભોળાનાથ શ્રી ભૂલેશ્વર મહાદેવ ના દર્શન કરી શીશ ઝુકાવી પૂજા અર્ચના કરેલ અને ત્યાં નાં મહંત શ્રી કમલાશરણ દાસજી મહારાજ ના આશીર્વાદ મેળવેલ અને તેની સાથે સત્સંગ કરતા જાણવા મળેલ કે આ મહાદેવ ના સાનિધ્ય માં ઋષિમુની શ્રી વિશ્વામિત્રજી એ અહીંયા એકાંતવાસ માં તપ કરેલ છે તેવો ઇતિહાસ જાણવા મળેલ ત્યારથી ઋષિમુની શ્રી વિશ્વામિત્રજી ની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે અને ત્યાંથી પ્રભાસ ક્ષેત્ર સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં બિરાજેલા શ્રી શનિમારાજ ના દર્શન નો લાભ પણ લીધેલ .
આમ આજરોજ જીતુભાઈ કુહાડાની સાથે દર્શન નો લાભ તેમના પરમ સ્નેહી મિત્ર એડવોકેટ શ્રી પ્રવિણભાઇ ડાંગોદરા તથા એડવોકેટ શ્રી સુરેશભાઇ બારોટ તથા વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજ ના મહામંત્રી મહેશભાઈ વાજા તથા પાટીદાર સમાજ ના રસીકભાઈ પટેલ તથા ડો.દિલીપભાઈ પરમાર તથા સોની સમાજ ના પૂર્વ પ્રમુખ લખુભાઈ સાગર તથા ધોબી સમાજના કેતનભાઈ વાજા તથા દશનામ ગૌસ્વામી સમાજ ના પ્રવીણ ગિરી આ દર્શન યાત્રામા જોડાયેલા હતા.