રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના કુંડીઆબા ગામે રહેતા કોંગી મહિલા અગ્રણીને ધમકી મળતા ચકચાર
વિધવા પુત્ર વધુ પતિના મોત બાદ અન્ય પુરુષ સાથે ધરમા રહેતા હોય તેને ટકોર કરતા વત્સલાબેનને જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસ ફરિયાદ
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને નર્મદા જિલ્લા કોંગી મહિલા અગ્રણી તેમજ સહકારી મંડળીના પ્રમુખ વત્સલાબેન વસાવાને તેમના જ પુત્રવધુ એ જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર પ્રકરણ નર્મદા જિલ્લા મા ભારે ચર્ચાસ્પદ બન્યું છે.આ મામલે દેડિયાપાડા પોલીસ મથકમાં પુત્રવધુ સહિત અન્ય એક વ્યક્તિ સામે વત્સલાબેને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વત્સલાબેન દેવજીભાઈ વસાવા રહેવાસી કુંડીઆબા તાલુકા દેડિયાપાડા એ પોલીસ મથકમાં ફરિયાદ આપી જેમાં જણાવ્યુ કે પોતાના પુત્ર સંદિપ દેવજીભાઈ વસાવા નુ પાંચેક વર્ષ પહેલાં અકસ્માત મા મૃત્યુ થયું હતુ.ત્યારબાદ તેની વિધવા પત્ની નિર્મલા બેન ગામ માજ અલગ બીજા ધરમા રહેતા હતા છેલ્લા કેટલાક મહિનાઓથી પુત્રવધુ એ ગોવિદદાસ મહારાજ નામનાં એક વ્યક્તિને પોતાની સાથે તેના ધરમા રાખેલો હોય સમાજ મા પરપુરૂષ ને ધર મા રાખતા બદનામી થતી હોવાનું કહેવા માટે પુત્રવધુ નિર્મલા પાસે પરિવાર ના સગા સબંધીઓ સાથે વત્સલાબેન વસાવા ગયાં હતાં તો તેમની પુત્રવધુ એ ગમેતેમ ગાળો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.
ઉપરાંત પુત્રવધુ સાથે રહેતા ગોવિદદાસ મહારાજે પણ વત્સલાબેન ને ફોન ઉપર ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપતા પુત્રવધુ નિર્મલાબેન વસાવા અને ગોવિદદાસ મહારાજ વિરુદ્ધ સાસુ વત્સલાબેને દેડિયાપડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.