રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
બાબરા પંથક માં બીજા દિવસે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. તાલુકા ના મોટા દેવળીયા, ત્રંબોડા,દરેડ,ખાખરીયા,સહિતના ગામો માં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે બાબરા ના મોટા દેવળીયા ત્રંબોડા રોડ પર ભારે પવન ના કારણે વિજ પોલ ધરાસાય થયા હતા. રોડ પર વિજ પોલ પડતા રોડ બ્લોક થયો હતો.ભારે વરસાદ ના કારણે નાના મોટા નાળાઓમાં પાણી ચાલતા જોવા મળ્યા હતા.
જ્યારે તાલુકા ના દરેડ ગામે ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદ અને પવન ના કારણે વીજ પુરવઠો પણ ખોરવાય ગયો હતો. લાંબા સમય સુધી વીજળી ગુલ થય ગયેલ હતી. જ્યારે બાબરા માં પણ સારો વરસાદ પડ્યો હતો. સવારના ઉકળાટ બાદ બપોરે વરસાદ પડતા વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી બાજુ ખેડુતો ના ખુલ્લા માં પડેલ માલ સામ ને પણ નુકસાની થવા પામેલ હતી.ત્યારે આજ રોજ તાલુકા ના મોટા ભાગ ના ગામો માં વરસાદ પડ્યો હતો. ક્યાક લોકો માં ઉપાદી હતી તો ક્યાક વિજ પોલ વૃક્ષો ધરાસાયી થયા જોવા મળ્યા હતા. બાબરા ના ખાખરીયા મા પણ સારો વરસાદ પડ્યો ના સમાચાર મળી રહ્યા છે. ખાખરીયા ગામે પણ પવન સાથે જોરદાર વરસાદ પડ્યો છે. વરસાદ ના કારણે વાતાવરણ મા ઠંડક પ્રસરી ગય હતી.