રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે હાલમાં ઠેરઠેર જગ્યાએ ગટરો ઉભરાવાની કિસ્સા વધી રહ્યા છે જેને લઇને કેવડિયા કોલોનીમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે જાહેર માર્ગો પર પણ ગટરો ઉભરાવાની દ્રશ્યો સર્જાયા છે તેમજ રહેણાંક મકાનો ની આસપાસ પણ ગટરના પાણી ઉભરાતા ગંદકી વધી છે આ બાબતે કેવડિયા કોલોની ખાતે પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થાની કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉભરાતી ગટરોના પ્રશ્નો નો આજ દિન સુધી કાયમી ઉકેલ આવ્યો નથી હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર લોકોને જાગૃત કરવા માટે તેમજ સાવચેતી રાખવા માટે અપીલ કરી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં કેવડિયા કોલોની ખાતે જાહેરમાં ઉભરાતી ગટરો વહીવટી તંત્રની નજરે ચડતી નથી જે નવાઈની વાત છે કેવડિયા કોલોની ખાતે ઉભરાતી ગટરો નો કાયમી ઉકેલ આવશે ખરો?