રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અત્યારે સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે તેવામાં રીલાયન્સ ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં ગ્રામીણ વિકાસમાં કાર્યરત રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં કોરોના સંક્રમણથી બચવા અને ગ્રામજનોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે નાયતવાળા ગ્રામ પંચાયત તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામજનોને આયુર્વેદીક ઉકાડો પીવડાવવામાં આવ્યો. જે કાર્યમાં આયુર્વેદના ડૉ.ગૌરાંગભાઇ તથા નર્સિંગ સ્ટાફ કવિતાબેન ઠાકોર તથા નાયતવાડા ગામના સરપંચ જોશનાબેન રબારી, પંચાયતના સભ્યો તેમજ રેવેન્યુ તલાટી હિતેશભાઇ ચૌધરી, સ્વયંમ સેવકો અને આશા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનોએ સાથે રહી ગ્રામીણ વિકાસમાં પોતાનું યોગદાન આપેલ હતું.