આજે સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં કેટલાંક કોર્પોરેટરો દ્વારા આ મામલે ફરિયાદ થતા આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે મહત્વપૂર્ણ નિણર્ય લેવામાં આવ્યો છે. કે શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પાસે આવેલી તમામ દુકાનદારોના લાયસન્સની તપાસ કરી ગેરકાયદે ચાલતી દુકાનોને બંધ કરવામાં આવશે. હેલ્થ વિભાગને આ તમામ ચેકિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.કારણકે શહેરીજનોને આરોગ્યપ્રદ ખોરાક મળે તેના માટે શહેરમાં આવેલી હોટલ, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને મીઠાઈની દુકાનો વગેરેમાં ચેકિંગ કરવાનું હોય છે પરંતુ આવા ક્યાંય ચેકિંગ તહેવાર સિવાય કરવામાં આવતા નથી. હેલ્થ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સુધી દર મહિને હપ્તા પહોંચી જતા હોવાથી આવી ગેરકાયદેસર દુકાનો ચાલુ રહે છે.
અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર માંસ મટનની અનેક દુકાનો ચાલે છે. છતાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરતું નથી. આરોગ્ય વિભાગના ફૂડ વિભાગમાં અધિકારી ખુદ સ્વીકારી રહ્યા છે કે કયારેક જ ચેકિંગ કરવામા આવતું હોય છે. રેગ્યુલર ચેકિંગ થતું નથી. જે દુકાનો પાસે લાયસન્સ ન હોય તેને નોટિસ આપતા હોય છે. હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે કેમ તેના પર સવાલ ઉભા થયા છે