રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ગુજરાત સરકાર દ્વારા”સાત પગલાં ખેડૂત કલ્યાણ ના અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આજે (૫) મુ પગલું ,સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ ,(૬) ઠું પગલું ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા કાંટાળી વાડ , (૭) મુ પગલું નાના વેચાણ કારો , ફેરિયા વાળા ને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના નો કાર્યક્રમ માંડલ ખાતે આદરણીય જાગૃતિબેન પંડ્યા ની આગેવાનીમાં યોજાયો હતો જેમાં જાગૃતિબેન પંડ્યા , ડો તેજશ્રીબેન પટેલ – પૂર્વ ધારાસભ્ય , તથા માંડલ ના સંગઠન ના આગેવાનો ,તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ , તથા દેત્રોજ તાલુકાના આગેવાનો તથા કાર્યકર્તાઓ ,અધિકારીઓ , મીડિયા ના મિત્રો તથા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા ,આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આ કાર્યક્રમ ગાંધીનગર થી લાઈવ વીડિયો કોફેરન્સ થી આખા ગુજરાત માં ખુલ્લો મુક્યો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા