અમદાવાદ: શંખેશ્વર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર શંખેશ્વરમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

શંખેશ્વર માં કાર્યરત વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની ને ટેકા ના ભાવે ચણા ખરીદી ની જવાબદારી સોંપવામાં આવી

હાલમાં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા મારકેટિંગ યાર્ડમાં ખરીદી કેન્દ્રો ચાલુ કરેલ જેમાં પાટણ જિલ્લા માં પણ ઘણા સેન્ટર ચાલુ કરેલ જેમાં હારીજ અને સમીમાં પણ ચણાની ખરીદી માટે સેન્ટરો ચાલુ કરેલ પરંતુ શંખેશ્વર તાલુકાના દૂરના ગામોના ખેડૂતોને આ સેન્ટરમાં ચણા વેચાણ કરવા જવા માટે વધુ સમય અને વધુ ખર્ચ કરવો પડતો અને ત્યાં વધુ ગામો ના વધુ ખેડૂતો હોવાના કારણે તેમનો વારો પણ ખુબજ મોડો આવતો ચણા વેચવા માટે આવતા રોજ ખેડૂતો ની સંખ્યા અને વરસાદનો સમય ગાળો જોતા રજીસ્ટ્રેશન થયેલા બધા ખેડૂતો નો વારો નહિ આવે એવી ચિંતાઓ વચ્ચે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ઓનલાઈન રજિસ્ટર થયેલા ખેડૂતો ના માત્ર 25% ચણા ખરીદી કરવામાં આવશે અને પછી આ સેન્ટર બંધ કરી દેવાશે ત્યારે શંખેશ્વર તાલુકાના ખેડૂતોની ચિંતા માં વધારો થયેલ જેના નિરાકરણ માટે શંખેશ્વર તાલુકાના ખેડૂત આગેવાનો સક્રિય થયા અને અને તેમણે સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો ને ભલામણ કરેલ કે શંખેશ્વર ને અલગ થી સેન્ટર ફાળવવું પરંતુ શંખેશ્વરમાં માર્કેટિંગ યાર્ડના હોવાના કારણે આ કાર્ય માટે કોને જવાબદારી સોંપવી એ પણ એક ચિંતા નો વિષય હતો. ત્યારે રીલાયન્સ ફાઉન્ડેશન ના માર્ગદર્શનમાં કાર્યરત શંખેશ્વરની વઢિયાર ખેડૂત કંપની દ્વારા પાછલા બે ત્રણ વર્ષ માં ખેડૂત અને ખેતીના વિકાસ માટે કરેલી કામગીરી ના કારણે આ કાર્ય તેમને સોંપવામાં આવે તેવી ભલામણો પણ કરેલી કારણ કે ખેડૂતો ના હિત માટે કાર્ય કરી રહેલ ખેડૂતો દ્વારા બનેલી અને જેનું સંચાલન પણ ખેડૂતો કરે છે એવી વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની લિમિટેડ ખરા અર્થ માં ખેડૂતોનું આ કાર્ય સુજબુજ અને સાથ સહકારથી કરી શકશે એવો એમને પણ વિશ્વાસ વ્યક્ત કરેલ જેના કારણે આ સર્વે અધિકારીઓ અને આગેવાનો ના સાથ સહકાર બાદ નાફેડ અને ગુજકોમાંસોલ દ્વારા શંખેશ્વર ને ચણા ખરીદી માટે અલગ થી સેન્ટર ની ફાળવણી કરવામાં આવી જે શંખેશ્વર તાલુકા ના ખેડૂતો માટે આનંદ ની વાત છે..

શંખેશ્વર ના ખંડીયાં રોડ પર આવેલ શિંધવાઈ નગર શિશુ મંદિર સ્કુલ ના કેમ્પસ માં વઢિયાર કિશાન પ્રોડ્યુસર કંપની દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ જેમાં રોજના 40 ખેડૂતોના વધુમાં વધુ બે હેકટર ની મર્યાદામાં 125 મણ ની ખરીદી કરવામાં આવે છે પરંતુ દરોજ 100 થી 150 ખેડૂતો ના ચણા જોખવામાં આવે તો વરસાદ પહેલા આ કાર્ય પૂર્ણ થઈ શકે અને બધા ખેડૂતો ચણાનું વેચાણ કરી શકે તે માટે હાલ માં મંજૂરી માંગવામાં આવી છે જો તે મંજૂરી મળી જાય તો ચણા ની ખરીદીમાં દરોજ વધુ ખેડૂતો નો સમાવેશ કરવામાં આવશે. કોરોનાની મહામારી માં સરકાર. શ્રી ના આદેશોનું પાલન કરતા માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઈઝેસં સીસીટીવી કેમેરા અને શંખેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા ફાળવેલી સુરક્ષા સુવિધાઓ સાથે ગુજકોમાંસોલ ના અધિકારીઓ ની હાજરીમાં તમામ તકેદારી સાથે સરકાર ના લગતા વળગતા તમામ વિભાગો ને જાણ કરીને આ કાર્ય ખુબજ સારી રીતે કરવામાં આવી રહ્યું છે જેમાં વઢિયાર ખેડૂત કંપનીના ડાયરેકટરો હોદ્દેદારો અને ઘણા જાગૃત ખેડૂતો ની મદદ થી દરેક કામ જવાબદરી પૂર્વક કરવામાં આવી રહ્યું છે જેનાથી ચણા વેચવા આવેલા ખેડૂતો પણ ખુબજ ખુશી અનુભવી રહ્યા છે એવું વઢિયાર ખેડૂત કંપની ના ચેરમેન દજુભાઇ નાડોદા એ જણાવ્યું હતું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *