રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી દ્વારા ફેન્સીંગ ની કામગીરી છેલ્લા કેટલા સમયથી ચાલી રહી છે જેનો વિરોધ ગામ લોકો કરી રહ્યા છે ગામ લોકોનું કહેવું છે કે ફેન્સીંગની કામગીરી કરવા માટે આવેલા સંબંધિત કચેરીના અધિકારીઓ પાસે જો આ કામગીરી બાબતનો લિખિત ઓર્ડર હોય તો તે તમને બતાવે પરંતુ કામગીરી કરવા માટે આવેલા અધિકારીઓ ગામલોકોના પ્રશ્નનું કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા છેલ્લા દસ દિવસથી વાતાવરણ ગરમ બન્યું છે કામગીરી કરાવવા માટે આવેલા અધિકારીઓ વાતાવરણ ઉગ્ર બનતા ઘટના સ્થળ છોડીને જતા રહે છે અને પોલીસ તથા ગામ લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે આજરોજ ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજ કેવડિયાના છ ગામોના આદિવાસી સમાજના લોકોને જે અન્યાય થઇ રહ્યો છે તેના સમર્થનમાં સાથ આપવા માટે નીકળ્યા હતા જે લોકોને પોલીસ દ્વારા રસ્તામાંથી અટકાયત કરાઇ હતી જેને લઇને કેવડિયાની આસપાસના છ ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આ છ ગામના લોકો તેઓની અટકાયત કરાતા રસ્તા પર આવી ગયા હતા તથા તેઓને થયેલા અન્યાય બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા તથા રેલીનું આયોજન કર્યું હતું રેલી સ્વરૂપે નીકળેલા આ ગ્રામજનોને આજના તાજા પોલીસે અટકાવ્યા હતા જેથી કરીને પોલીસ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા અંતે પોલીસ દ્વારા આ છ ગામના સરપંચ તથા આગેવાનોને બોલાવી કેવડીયાકોલોની પોલીસ સ્ટેશનમાં નર્મદા એસપી સાહેબની હાજરીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું (જેમાં નર્મદા એસપી સાહેબે જણાવ્યું હતું કે આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને આ બાબતે જો નિગમની કચેરી દ્વારા જે કામગીરી થઇ રહી છે તે ખોટી જણાશે તો તેઓની સામે પણ ગુનો નોંધવામાં આવશે તેમ જણાવ્યું હતું અને મામલો ઠંડો પાડ્યો હતો) રસ્તા પર ઉતરેલા છ ગામના લોકોનું કહેવું છે કે આજરોજ અમારા આદિવાસી સમાજના છ ગામ ના આગેવાનોની પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે તો તેઓને છોડી મૂકવામાં આવે જ્યાં સુધી અટકાયત કરેલા તમામ આગેવાનોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે રસ્તા પર જ બેસી રહીશું.
પોલીસ દ્વારા જે લોકોની અટકાયત કરવામાં આવેલી છે તેઓના નામ નીચે મુજબ છે
દિનેશભાઈ માણેક ભાઈ તડવી( માજી સરપંચ વાગડિયા) નરેન્દ્રભાઈ કાંતિભાઈ તડવી( કેવડીયા ગામ) નરેશભાઈ તડવી( કેવડીયા ગામ) શકુંતલાબેન તડવી( કેવડીયા ગામ) દક્ષાબેન તડવી( બાર ફળિયા ગામ) અશોક ભાઈ તડવી( સરપંચ શ્રી લીમડી ગ્રુપ ગ્રામ પંચાયત)