જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. આ ડેમમાંથી દૈનિક 40 એમએલડી પાણી મેળવવામાં આવતું હોય ઉનાળામાં નિયમિત પાણી વિતરણ માટે સૂચના આપી હતી. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડી તથા કાર્યપાલક ઇજનેર બોખાણીએ શુક્રવારે આજી-3 ડેમની મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકા દ્રારા આજી -3 ડેમમાંથી દૈનિક 40 એમ.એલ. ડી. પાણી મેળવવામાં આવે છે. હાલમાં આજી-3 ડેમમાં 19.25 ફુટ એટલેકે 880 એમ.સી.એફ. ટી. પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. આગામી ઉનાળાના સમયમાં જામનગર શહેરને નિયમિત તથા પૂરતા પ્રેસરથી પાણી વિતરણ થાય તે માટે કમિશ્નર ખરાડીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.