રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં વ્યાપી છે ત્યારે તે સમયે ભારત દેશમા પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા, રાજ્ય સરકારો દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ પ્રસાશનને લોકોમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા આદેશો કરાયા છે. તેને લઈ વિરમગામ શહેરમાં પણ ખુબ જ સાવચેતીના ભાગ રૂપે વહીવટીતંત્ર અને પોલીસ પ્રસાશન દ્વારા જનતાને વારંવાર વિનંતી કરવા છતાં જનતા તરફથી કોઈ જ સહયોગ મળતો ન હોય એવી સ્થિતિ પેદા થઈ રહી છે. આ તસવીરો જોતા એવી લાગેશે કે કોઈ પણ જાતના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેવું જણાઇ આવેશે. વિરમગામમા કોરોના વાયરસ પ્રવેશ કરી ચુકયો છે. તેવા સમયે જનતા પોતે આવી મહામારીને ગંભીરતાથી નહિ લે અને સાવચેતી નહિ રાખે તો ભવિષ્યમાં કોરોનાની મહામારીથી નુકસાન થશે તેની જવાબદાર વિરમગામની જનતા હશે. તેવું તસવીરો જોતા સ્પષ્ટ જણાય છે.