રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
રાજુલા તાલુકાના પટવા ગામ નજીક દરિયામાં માછીમારવા ગયેલા લોકોને દરિયા કાંઠા પર બાળકની લાશ મળી હતી અને ગ્રામ જનોએ પટવા ગામના સરપંચને જાણ કરી હતી સરપંચ ને જાણ થતા તેઓ એ માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી ને તેમજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા મા આવી હતી તેથી જાફરાબાદ મરીન પોલીસ અને હિરાભાઈ સોલંકી તાત્કાલીક ધોરણે પટવા ગામે પહોંચ્યા હતા.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ત્રણ દિવસ પહેલા 11 વર્ષના લાપતા હોવાનું જાણવા મળ્યુ હતું આ બાળક ને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી તેમજ તરવૈયા પણ મોકલાયા હતા અને એકો એક દરિયા કિનાર શોધી યા બાદ ત્રણ દિવસ પછી ખેરા ગામેથી મળી આવેલ છે. ખેરા ગામે લાશ મળ્યાની જાણ થતાં જ માંજી સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી અને પીપાવાવ મરીન પોલીસ ધટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેના પરિવારજનોને સાંત્વના આપી હતી તેમજ પોલીસ તંત્ર તેમજ સ્થાનિક સરપંચો દ્વારા સાથે રાખી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.