યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન ભક્તોનો ઘસારો વધુ રહેતો હોય છે.ત્યારે 8 માર્ચ થી 13 માર્ચ સુધી પાવાગઢ મંદિરના દર્શન બંધ રહેવા સાથે એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપ-વે સેવા પણ આ દિવસો બંધ રહેવાની છે. મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વર્ચયુલ દર્શન કરી શકશે.
ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ આમ દિવસોમાં પણ શરૂ રહેતો હોય છે. ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન 8 થી 13 માર્ચ દરમિયાન મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેનાર હોવા સાથે રોપ-વે પણ આજ સમયગાળા દરમ્યાન મેન્ટેનન્સને લઈ બંધ રહેવાની છે.પાવાગઢ ખાતે નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોઈ યાત્રાળુઓને તકલીફના પડે તે હેતુથી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓ વર્ચુયલ દર્શન કરી શકશે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવનાર છે. પાવાગઢ મંદિર 6 દિવસ બંધ રહેનાર હોવાથી આવનાર રવિવારના રોજ મોટી સંખ્યામાં માતાજીના ભક્તોનો ધસારો રહે તેવી શક્યતા રહેલી છે.