રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ વરસાદ ચાલુ થતા ખેતી ની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતો ને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતર ની અછત ના કારણે ખાતર ના ડેપો ઉપર ખેડૂતો ની મોટી લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
રાજપીપળાના ખાતરના ડેપો પર ખાતર લેવા ખેડૂતોની મસમોટી લાઈનો જોવા મળી જેમાં એક બીજા ને અડીને ઉભેલા ખેડૂતો પોતાના મહામુલા પાક ને બચાવવા કોરોના સંક્રમણને પણ ભૂલી ગયા હોય એમ લાંબી કતારો માં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી બસ ગમે તે રીતે ખાતર ની લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા.હાલ ખાતર ની અછત વચ્ચે જો આવીજ મોટી લાઈનો ખાતર ડેપો ઉપર લાગતી હોય તો ડેપો સંચાલકે આ માટે ખાસ તકેદારી રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે પોલીસ ની મદદ મેળવવી જોઈએ. નહિ તો જે તે દુકાનદાર પર પણ કાયદાનો અમલ થાય એ જરૂરી બન્યું છે.