રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
રમઝાનનો મહિનો મુસ્લિમ બિરાદરો માટે તમામ વર્ષના મહિનાઓ કરતા વધુ મહત્વ ધરાવે છે. કેમ કે આ મહિનામાં મુસલમાનો સમગ્ર દિવસ સુરજ ઉગે તે પહેલાંથી સૂરજ આથમે ત્યાં સુધી તરસ્યા ભૂખ્યા રહી રોજો રાખી અલ્લાહની ઈબાદત કરે છે ત્યારે આકરી ગરમીમાં રમઝાન ચાલી રહ્યા હતા ત્યારે નાના ભૂલકાઓએ પણ સમગ્ર મહિનો રોઝા રાખ્યા હતા હૃદય કંપાવી દે તેવી કાળ ઝાળ ગરમીમાં પણ નાના ભૂલકાઓ એ દરરોજ 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી આખા મહિનાના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.
રુપાલ ગામના અર્શિલ વ્હોરા ઉ.વ.૯ એ આખા રમઝાન મહિનાના 30 રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી ખાસ કોરોનાની મહામારી દેશમાંથી દૂર થાય તેવી દુઆ કરાઈ હતી. કાળઝાળ ગરમીના મહિનામાં રોઝા રાખનાર આ બાળકને ઇરફાનભાઇ વ્હોરા પરિવાર અને તારીકઅહેમદ અબ્દુલભાઈ વ્હોરા અને અઝિન ગ્રુપ ઓફ કંપની અને ગ્રામજનો એ સંબંધીઓએ અભિનંદન આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. રોઝાની સાથે સાથે બાળક એ દિવસ દરમિયાન પઢવામાં આવતી નમાઝો પણ પઢી હતી.