રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુર અને આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર સંયુક્ત ઉપક્રમે કોરડા ગામે આજ રોજ પોષણ માહની ઉજવણી કરવામાં આવી તેમા કીચન ગાર્ડનનુ મહત્વ સમજાવી બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુર ના કમળાબેન , બ્લોક કોર્ડીનેટર વિજયભાઇ, મીશન મંગલમ વારાહીથી મુકેશભાઇ રાવલ , રીલાયન્શ ફાઉન્ડેશન રાધનપુરના નિરપતસિંહ કિરાર ,વર્ષા મહેતા, ભરત રાવળ તથા સુપરવાઇઝર બેનો, ૬ આંગણવાડીના કર્મચારી બેનો ,તેડાઘર બેનો અને ગામના સ્વ સહાય જુથની બેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામા આવ્યો ત્યારબાદ નિરપતભાઇ દ્વારા રીલાયન્શ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવતી રીલાયન્સ પોષણ વાટિકાનુ મહત્વ અને તે ઘરે ઘરે કેવી રીતે બનાવી શકાય અને તેના ફાયદા વિશે વિગતે માહિતી આપી હતી અને તે અંગેનુ પેમ્ફેલેટ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે આઇ.સી.ડી.એસ. ઘટક સાંતલપુરના કમળાબેને ટી.એચ.આરમાંથી અલગ અલગ વાનગી વિશે નિદર્શન કરીને સમજ આપી હતી પોષણ માહની ઉજવણીનો હેતુ પણ સમજાવ્યો હતો. મીશન મંગલમ વારાહીથી મુકેશભાઇ રાવલે મહિલા ઉત્કર્ષ યોજના વિશે માહિતી આપી હતી. ટી.એચ.આર માંથી અલગ અલગ વાનગીનુ નિરિક્ષણ કરી ૧ થી ૩ નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગામના બે બેનોની નવીન તેડાઘર તરીકે નિમણુક પત્ર આપવામા આવ્યો , પાલક વાલીનુ સન્માન પત્ર આપી સન્માન કરવામા આવ્યુ , વ્હાલી દિકરી યોજના લાભાર્થીને મંજુરી આદેશ આપવામાં આવ્યો, પુરક પોષણના તોરણ બે સગર્ભા માતાને આપ્યા. અને બેબીકીટ વ્હાલી દિકરી યોજના લાભાર્થીને આપવામા આવી.આ કાર્યક્રમની પૂર્ણાહુતી કરતી વખતે પોષણઅંગેના શપથ ગ્રહણ કરવા માં આવ્યા હતા.