રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગ્રાહકોને સૅનેટાઇઝ કરાવવું તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું તે આ બેંકના નિયમમાં આવતું નથી તેવું લાગી રહ્યું છે.
આ બ્રાન્ચના મેનેજર તેમજ સ્ટાફ માસ્ક પહેર્યા વગરના દેખાઈ આવે છે.
સરકારના નીતિ-નિયમનું પાલન ન કરતી આ બેન્કને કોણ નીતિ-નિયમ શીખવાડશે.
આ બેન્કની અંદર 200 વ્યક્તિઓ તેમજ બહાર ૫૦૦ થી પણ વધારે ગ્રાહકોની ભીડ દેખાઈ આવે છે.
આ બેંક ખેડૂત ખાતેદારની હોય જેથી ખેડૂતો પણ પરેશાન હોવાનું જાણવા મળેલ છે.
આ બેંક કોઈ પણ જાતના નીતિ નિયમ વગર મનમાં આવે તેવી રીતે વહીવટ કરતા હોવાનું ગ્રાહકોના મુખે જાણવા મળેલ છે.