રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લાયમાં કોરોના કરતાં આર્થિક સંક્રમણ લઈને હજારો પરિવારોની હાલત અતિ દયનીય બની ચુકી છે. જિલ્લામાં કોરોના સંક્રમણનાં માત્ર 6 દર્દીઓ છે પરંતુ આર્થિક સંક્રમણનો સામનો કરતાં હજારો પરિવારો છે.
કોરોનાને લઈને લાગુ થયેલ લોકડાઉનને ર મહિના કરતાં વધારે સમય પસાર થયો છે. છેલ્લાન ર મહિનાથી નાના વેપારીઓ, કારીગરવર્ગ, ફેરિયાઓનો રોજગાર છીનવાઈ જતાં ર મહિના સુધી બચતનાં સહારે ઘરનું ગુજરાન ચલાવ્યા બાદ હવે બચતની રકમ પણ ખર્ચાઈ ગઈ છે. ઉધાર-ઉછીનાં નાણા પણ મળતા નથી. ગરીબ કરતાં પણ વધારે ખરાબ હાલત મઘ્યમવર્ગીય પરિવારોની બની છે. જુદી-જુદી લોનનાં હપ્તા, ઘરખર્ચ, વીજબીલ, મકાન ભાડુ સહિતનો ખર્ચ કેવી રીતે ભોગવવો તેની સમજ પડતી નથી. છેલ્લા ર મહિનાથી રેશનીંગ દુકાનો તેમજ સેવાકીય સંસ્થાઓની મદદથી ખાદ્યસામગ્રી મળતી હોવાથી ભોજનની ગાડી ચાલી રહી છે. પરંતુ ખિસ્સામાં ફુટી કોડી ન હોવાથી મઘ્યમવર્ગીય પરિવારોનાં મોભીની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે.
જિલ્લાની તમામ સરકારી અને સહકારી બેન્કોવએ તાત્કાલીક ધોરણે ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને રપ થી પ0 હજાર રૂપિયાની મર્યાદામાં લોન આપવી જરૂરી બની છે. કારણ કે રાજય અને કેન્દ્રી સરકારે મઘ્યમવર્ગીય પરિવારોને રોકડ સહાય કરવાની કોઈ તૈયારી દર્શાવી નથી. જેથી વધારે ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.