જૂનાગઢ: માંગરોળના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જન્માષ્ટમી અંતર્ગત ફરસાણ અને મીઠાઈનું મફત વિતરણ કરવામાં આવ્યું.

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામે કામધેનુ ગૌશાળા મારફતે જિલ્લા પંચાયતના કો.સભ્ય અજિતભાઈ ચૌહાણના આર્થિક સહયોગથી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઇ લોકડાઉન હતું જેને લઇ મધ્યમ વર્ગના લોકોને હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઇ મધ્યમ વર્ગના લોકો પણ તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી કામધેનુ ગૌશાળા દ્વારા ૧૫૦ થી વધુ પરિવારોને મીઠાઈ અને ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શેપા ગૌશાળા ખાતે આ કીટ વિતરણમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ સેજા ભાઈ કરમટા, અજીતભાઈ ચૌહાણ મુળુભાઈ નંદાણીયા સહિત મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે કીટવિતરણ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારી ને લઇ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *