અમરેલી જિલ્લામાં આત્મનિર્ભર લોન આપવા એક પણ બેંક આગળ ન આવી

Amreli Latest
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લાનાં હજારો પરિવારોમાં આત્મનિર્ભર લોન મળશે કે નહી. મળે તો કયારે અને કેવી રીતે મળશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહૃાો છે અને સત્તાવાર રીતે કોઈ જાહેરાત થાય તેવી માંગ ઉભી થઈ છે.
રાજય સરકારે નાના દુકાનદારો, ફેરિયાઓ, ખાનગી નોકરીયાતોને કોરોના બાદની સ્થિતિમાં પુન: પગભર કરવા માટે આત્મનિર્ભર લોનની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં રાજયભરની સહકારી બેન્કો દ્વારા રૂપિયા 1 લાખની મર્યાદામાં 3 વર્ષની મુદત માટે ર ટકાનાં વાર્ષિક વ્યાજ અર્થે લોન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં શરૂઆતનાં 6 મહિના સુધી લોનધારકને હપ્તો ભરવાનો નથી અને બાકીનું વાર્ષિક 6 ટકાનું વ્યાજ સરકાર ભરી દેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ર1 મે થી રાજયનાં મહાનગરોમાં આવેલ સહકારી બેન્કોની બહાર લોનનું ફોર્મ મેળવવા લાંબી લાઈનો લાગી છે. જો કે લોન સપ્ટેમ્બર કે ઓકટોબરમાં આપવાની છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલી જિલ્લાની એકપણ સહકારી બેન્ક કે ક્રેડીટ સોસાયટી દ્વારા હજુ ફોર્મ આપવાનું શરૂ કરાયું નથી. ફોર્મ કયારે અપાશે, લોન અપાશે કે નહી, લોન અપાશે તો કોને, કેવી રીતે અપાશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવતી ન હોય તેથી જિલ્લાંનાં હજારો પરિવારોનાં મોભીમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
૭૫૭૨૯૯૯૭૯૯
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *