રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સામાજિક અંતર જાળવવા તેમજ ફરજિયાત માસ્ક પહેરવા તથા વારંવાર હેન્ડ વોશ માટે નાગરિકોને અનુરોધ કરતા સંતરામપુર ધારાસભ્ય
કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેથી જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય ત્યારે સંતરામપુર નગર ખાતે સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોરની આગેવાની હેઠળ સંતરામપુર નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યઓ અને મામલતદાર તથા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સંતરામપુર નગરજનોને માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે વેપારીઓને સામાજિક અંતર જણાવવા અને ફરજીયાત માસ્ક પહેરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી કોરોના સંદર્ભેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ વેપારીઓ તથા ગ્રાહકો અને નાગરિકોને વારંવાર સેનેટાઇઝરથી હાથ ધોવા અંગે અપીલ કરવામાં આવી હતી. જેના કારણે સંતરામપુર નગરવાસીઓને કોરોના સંક્રમણથી બચાવી શકાય.