રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર
મહીસાગર જિલ્લામા લુણાવાડા તાલુકામા આવેલા પટ્ટણ ગામ જેમાં આશરે બે હજાર થી પણ વધારે વસ્તી છે. અને આજ ગામમા છેલ્લા દોઢ મહિના થી જન્મ અને મરણના દાખલ કઢાવવા માટે ગ્રામ પંચાયત પર ગ્રામજનો ને ધરમ ના ધક્કા લગાવવા નો વારો આવ્યો છે. સરકારે બે મહિના પહેલા તલાટીઓ ની બદલી કરી છે. અને અહીં પટ્ટણ ગ્રામ પંચાયત પર જીગ્નેશ પટેલ નામના તલાટી એ ચાર્જ સંભાળ્યો છે. તેઓ ને બદલી ની જગ્યા એ પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ જે તે ગ્રામ પંચાયતો નો આઈ ડી અને પાસવર્ડ આપ્યો છે પરંતુ અહીં તલાટી પાસે ચાર્જ સંભાળ્યા ના બે મહિના પછી પણ આઈ ડી પાસવર્ડ ના નામે બહાનાબાજી કરવામા આવતી હોય તેવું લાગી રહ્યું છે. તલાટી ના કહેવા મુજબ તેમના બીજા બધા જ ઓનલાઇન કામો થાય છે. માત્ર જન્મ અને મરણ ના દાખલ જ નીકળતા નથી.
વારંવાર ના ધક્કા ખાધા બાદ જયારે તાલુકા પ્રમુખ ને આ વાત કરવામાં આવી. અને પ્રમુખે આ તલાટી ને જરૂરી સૂચનો કર્યા હતા. ત્યાર બાદ તલાટીએ મૃતકના પરિવારને અપશબ્દો બોલ્યા હતા. અને વધુ મા આ માટે તેઓ કહે છે કે તેમને ગાંધીનગર થી એપ્રુવલ મડ્યું નથી, અને તાલુકા તથા જિલ્લામા આ બાબતે ફરિયાદ કરી છે. તો આ અનગળ તંત્ર કરે છે શું ? કારણ કે મરણ ના દાખલા ની જરૂરિયાત મૃતક ના પરિવાર ને દરેક વીમા પોલિસી, હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે મા હોઈ છે. અને એ પણ અમુક સમય મર્યાદામા જ. સરકાર એક બાજુ જન્મ અને મરણ ના દાખલા ની નોંધણી એકવીસ દિવસની અંદર જ કરાવવા લોકો ને જાગૃત કરવા ઝુમ્બેશ ચલાવે છે. એકવીસ દિવસ ની અંદર નોંધણી નં કરાવવામા આવે તો તાલુકા કક્ષા એ એફિડેવિટ કરાવું પડે છે. અને તેના ધક્કા કોણ ખાશે ?? શું આ જ સત્ય છે. સરકાર ના ડિજિટલ ઇન્ડિયા મિશન નું ?