રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
લુણાવાડા તાલુકાના નાનાવડદલા ગૃપ ગ્રામ પંચાયતમા આવેલૂ સેમારાના મુવાડા ગામનુ શેરી લાઇટ દસ થી બાર દીવસ થી ડાયરેકટ ચાલુ થઈ જતા ગ્રામજનોમા રોશનો માહોલ સર્જાયો છે.
સેમારાના મુવાડા ગામનુ શેરી લાઇટ અચાનક ડાયરેકટ ચાલુ થય જતાં ગ્રામજનોએ દ્વારા વારમવાર લુણાવાડા એમ.જી.વી.સી.એલ ઓફિસમાં કંમ્પલેન કરવામાં છતાં પણ એમ.જી.વી.સી.એલ.દ્વારા કોય પણ પ્રકારની હજુ સુધી નોધ લેવામા આવી નથી.ચોમાસા ના વરસાદ કારણે ગામનુ શેરી લાઇટ ડાયરેકટ ચાલુ થય જતાં ૧૦ થી ૧૨ એલ.ઈ.ડી બ્લબ રાતે અને દિવસે તેમ ચોવીસ કલાક લાઇટ ચાલ્યા કરે છે. આજકાલ કરતા ૧૦ થી બાર દિવસ થય જતા અમુક થાભલા પર ના એલ.ઈ .ડી બલ્બ પણ ઉડી ગયા છે. આમ એમ.જી.વી.સી.એલમા રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોય પણ કાયૅ હાથ ધરવામાં આવ્યું નથીં.