જૂનાગઢ: કેશોદના પીપલીયા નગરને કન્ટેનમેન્ટ બફર ઝોન જાહેર કરાયો.

Junagadh Latest
રીપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારના આજુબાજુના વિસ્તારને સીલ કરવામા આવ્યો જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યુ જાહેરનામું

કેશોદ શહેરમાં પીપલીયા નગરમાં રહેતા મુંબઈથી આવેલ ૪૬ વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કેશોદ તાલુકામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક મકાન તથા આજુબાજુના વિસ્તારમાં સેનેટાઇઝ કરવામા આવ્યુ હતું મામલતદાર તાલુકા હેલ્થ ઓફિસર સહીત કોરોના દર્દીના રહેણાંક વિસ્તારમાં મુલાકાતે આવેલા જ્યાં નગર પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં નગર પાલિકા કર્મચારીઓ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સેનેટાઇઝ કરવામા આવેલ હતું

કોરોના દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તથા તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોની આરોગ્ય તપાસ તથા તેમના પરિવારના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

કેશોદમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કોરોના વાયરસ ના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ અને એક બીજાના સંપર્કમાં આવવાથી રોગના ફેલાવાની શક્યતા વધી જતી હોવાથી તથા આ વાયરસની બિમારી ચેપી બિમારી હોય જે આગળ ન વધે તેવા ઉમદા હેતુથી તકેદારી સાથે કોરોના વાયરસ ની ફેલાવા/પ્રસારની પરિસ્થિતિને ધ્યાને લઈ જાહેર આરોગ્ય સલામતી અને લોકોની સુખાકારી જળવાઈ રહે તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પણ અસર થવા ન પામે તે માટે તકેદારીના પગલા રૂપે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાનુ ઉચિત જણાતાં સૌરભ પારધી આઇ. એ. એસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જે મુજબ કેશોદ નગર પાલિકા વોર્ડ નંબર ૧ના વિસ્તારમાં સિદધી વિનાયક નગર ૧ તથા ૨ જુની વાડિ નામે ઓળખાતા સમગ્ર વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેનમેન્ટ એરિયા બફર ઝોન તરીકે જાહેર કરવામા આવેલ છે
જાહેરનામા મુજબ આ વિસ્તારમાં પ્રવેશતા અને બહાર નીકળતા પોઈન્ટમાં સરકારશ્રીના આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ આરોગ્ય ટીમ દ્વારા સો ટકા થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે આજુબાજુના તમામ રસ્તા યોગ્ય બેરીકેટીંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલ કરી દેવાનો રહેશે આવતા જતા તમામ વ્યક્તિ તથા વાહનોનું વિગતવાર રેકર્ડ રાખવાનું રહેશે કન્ટેનમેન્ટ એરીયામાંથી બહાર નીકળતા પસાર થતાં તમામ વાહનો સંપૂર્ણપણે ડીસઈન્ફેકટેડ થાય તે રીતે સેનેટાઈઝેશન થયા બાદ જ કન્ટેનમેન્ટ એરીયમાંથી બહાર નીકળી શકશે આ વિસ્તારમાં બહારની કોઈપણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારમાં વસવાટ કરતા કોઈપણ વ્યક્તિ બહાર જઈ શકશે નહી આ વિસ્તારમાં આવવા જવાના પોઈન્ટ પર આરોગ્ય ટીમ આવશ્યક ચીજવસ્તુઓને જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કન્ટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે તબીબી સેવાઓ અને કાયદો વ્યવસ્થા સબંધી ફરજો સહિત આવશ્યક સેવાઓ અને વ્યવ્સથાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગરની આવન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે બાબતો સુનિચ્છીત કરી તેના નિયંત્રણ અંગે ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારીશ્રી કેશોદએ વ્યવસ્થા ગોઠવવાની રહેશે તેમજ ઈન્સીડન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારીશ્રી બફર ઝોનમાં કોવીડ-૧૯ ના સંક્રમણના ફેલાવાની શક્યતાઓને દયાને લઈને આવશ્યક ચીજવસ્તુઓ લોકોની અવર જવર વાગેરેના નિયમન માટે જરૂરી નિયંત્રણો લાગુ કરી શકશે
જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામા આવે છે. આ જાહેરનામું તા. ૨૧.૫.૨૦૨૦થી તા. ૧૭.૬.૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

ઉપરોકત જાહેરનામું બહાર પડતા કેશોદ પોલીસ સ્ટાફ નગર પાલિકા સ્ટાફ સહીતે આ વિસ્તારમાં જાહેરનામા મુજબ નિરીક્ષણ કરી બેરીકેટ લગાવી રસ્તાઓ શીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોરોના પોઝીટીવ દર્દીના રહેણાંક વિસ્તારના આજુબાજુના વિસ્તારને સીલ કરવામા આવ્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *