રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર ભારત દેશમાં જ્યારે કોરોના વાઇરસનાં લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોની સલામતી માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમર્થન સાથે ગુજરાતમાં અપીલ કરી કડક અમલવારી કરાવી રહેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત રાજ્ય મેરિટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા કે જેઓ લોકોની આરોગ્ય ની ચિંતાની સાથે પરિસ્થિતિનો પણ વિચાર કરતા હોય છે. ત્યારે લોકડાઉન દરમ્યાન લોકો કઈ રીતે તેનું ભરણપોષણ કરશે ? આવા વિચારોની સાથે જ તેઓ એ નક્કી કરીને તેમના જ નાના ભાઈ તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દૂ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાને સૂચના આપી કે વેરાવળ પાટણની અંદર કોઈ પણ વ્યક્તિ આર્થિક સ્થિતિના લીધે અનાજથી દુઃખી ના થાય અને જીતુભાઈ એ પણ તેમના પુરા પરિવારને તેમજ તેમના સમાજના લગભગ સવા સો થી પણ વધુ લોકોને કામે લગાડી ને સંપૂર્ણ રાશન કીટ તૈયાર કરાવીને લોકડાઉનની શરૂઆતથી આજ સુધીમાં લગભગ પંદર હજારથી પણ વધુ પરિવારને રાશન કીટનું વિતરણ અવિરત ચાલુ રાખેલ છે તેમાં દરરોજના અલગ અલગ સમાજમાં વિતરણ ક્રમ અનુસાર અને ટૂકામાં ટૂકા સમાજથી લઈને બહોળી સંખ્યા ધરાવનાર સમાજનો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ બાકી ના રહે, તેમજ તા.૨૦/૫/૨૦ ને બુધવારના રોજ પણ સૌ પ્રથમ ક્ષત્રીય કડીયા સમાજમાં મિતેશભાઈ પરમાર દ્વારા અપાયેલ યાદી પ્રમાણે ગોકુલધામ સોસાયટીમાં તેમના સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ ત્યારે મિતેષ ભાઇ પરમાર દ્વારા સનાતન હિન્દૂ સેવા સમાજના પ્રમુખ તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઇ કુહાડા નું સ્વાગત કરેલ અને સમાજના હાજર આગેવાનો દ્વારા કિશોરભાઈ કુહાડા તથા જીતુભાઈ કુહાડા નો ખૂબ ખૂબ આભાર માનેલ હતો. ત્યાર બાદ હરસિધ્ધિ સોસાયટી વિસ્તારમાં તળપદા કોળી સમાજના પ્રમુખની પાસેથી જરૂરિયાત મંદ લોકોની યાદી મંગાવી નક્કી થયા મુજબ અપાયેલ યાદી પ્રમાણે દરેક ને તે વિસ્તારના ગરબી ચોક ખાતે રાશન કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યાર પછી હુડકો સોસાયટીમાં ડી.કે. નિમાવત ભારતીય જનતા પાર્ટીના વેરાવળ શહેરના પૂર્વ મહામંત્રી દ્વારા અલગ અલગ સમાજની મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય અને હાલમાં જે આ લોકડાઉનના હિસાબે મજૂરી પણ ન મળતી હોય અને અતિ વિકટ અને ગંભીર રીતે જીવન નિર્વાહ કરી રહેલા લોકો ના ઘરે જ્યારે અનાજ પહોંચતા, લોકોએ કિશોરભાઈ કુહાડાને તથા તેમના પુરા પરિવાર ને વિસ્તારમાં રહેતા શ્રમજીવી વર્ગના લોકોએ ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. ઘણા લોકો દ્વારા સેવા થતી હશે પણ અન્ય દરેક હિન્દૂ સમાજ ના લોકો ને ઘર સુધી અનાજ પહોંચાડેલ છે. આ વિસ્તારમાં જઈને રાશન કિટોનું વિતરણ થતા અત્યાર સુધીમાં આડત્રીસ સમાજમાં કુલ સાડા પંદર હજારથી પણ વધુ રાશનકીટનું વિતરણ થયેલ હતું ત્યારે તેની સાથે આ સેવાકીય કાર્યમાં કોળીસમાજ પટેલ નારણભાઇ વાયલુ તથા સોની સમાજના પૂર્વ પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ સાગર તથા બરોટ સમાજના પ્રમુખ સુરેશભાઈ માવણી તથા ડો.દિલીપભાઈ પરમાર તથા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા તથા પટેલ સમાજના રસિકભાઈ પટેલ તથા ખારવા સમાજના નારણભાઇ બાડીયા તથા વિમલભાઇ ફોફંડી તથા તળપદા કોળીસમાજ પટેલ અરજણ ભાઈ વગેરે આ સેવાકિય કાર્યમાં સહભાગી થયેલ હતા.