આવો આપણે સૌ ભેગા મળીને આ બાળક ને જીવનદાન આપીએ….
મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના ત્રણ મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. ત્યારે યુવાનો પણ હવે ધૈર્યની સારવાર માટે મેદાનમા ઉતર્યા છે. યુવકો હાઈવે પર વાહનચાલોક પાસેથી ફાળો ઉઘરાવી રહ્યાં અને લોકો દિલ ખોલીને દાન પણ કરી રહ્યાં છે. આ સિવાય સૌરાષ્ટ્રમાંથી પણ ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાએ પણ દાન કરવા માટે અપીલ કરી છે.
ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 4 માસ છે ઘટનાની વિગત અનુસાર મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડનો દીકરો આ બિમારી સામે ઝઝુમી રહ્યો છે. રાજદીપસિંહ રાઠોડના દીકરા ધૈર્યરાજસિંહ રાઠોડની ઉંમર માત્ર 4 માસની છે. આમ જોતા તે એકદમ તંદુસ્ત જણાઇ આવે છે. પરંતુ જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાએ ડોક્ટરને બતાવ્યું હતું. જેમાં ધૈર્ય રાજને SMA-1 નામની બિમારી હોવાનું સામે આવ્યું છે. જોકે આ બિમારીની સારવાર ભારતમાં શક્ય ન હોવાનું જાણી તેમના પર આભ ફાટી પડ્યું હતું.
ડોનેશન માટેની બેન્કની માહિતી:
A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC (Fifth Character Is Zero)
NAME : DHAIRYARAJSINH RATHOD
શું છે SMA બીમારી? સ્પાઈનલ મસ્ક્યૂર અટ્રોફી(SMA) બીમારી થાય તો શરીરમાં પ્રોટીન બનાવનાર જીન હોતા નથી. જેનાથી માંસપેશીઓ અને તંત્રિકાઓ(Nerves) સમાપ્ત થવા લાગે છે. મગજની માંસપેશીઓની એક્ટિવિટી પણ ધીમેધીમે ઓછી થવા લાગે છે. મગજથી તમામ માંસપેશીઓ સંચાલિત થાય છે, એટલા માટે શ્વાસ લેવા અને ભોજન ચાવવા સુધીમાં તકલીફ પડવા લાગે છે. SMA ઘણા પ્રકારના હોય છે, પણ તેમાં Type 1 સૌથી ગંભીર માનવામાં છે.
જાણો ઈન્જેક્શનની કિંમત કેમ કરોડોમાં છે? સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી નામના રોગ માટે આ ઈન્જેક્શન આપવામાં આવે છે. તાજા જન્મેલા બાળકમાં પ્રોટીન બનતું બંધ થઈ જાય એવા રોગનું આ ઈન્જેક્શન છે. આ રોગ બાળકને થોડા જ મહિનામાં મોતના મુખમાં ધકેલે છે. ઝોલગેંજમા વિશ્વની પ્રખ્યાત નોર્વાટિસ ફાર્મા કંપની આ ઈન્જેક્શન બનાવે છે. નોર્વાટિસે આ ઈન્જેક્શન બનાવવાનો ફોર્મૂલા અમેરિકન કંપની એવેક્સિસ પાસેથી મોટી રકમમાં ખરીદ્યો છે. ઈન્જેક્શન બનાવવા માટે કંપનીને બ્રિટન સરકાર અને સખાવતી સંસ્થાઓએ મદદ કરી હતી. આ ઈન્જેક્શનના એક જ ડોઝમાં શરીરના મૃત જિનેટીક્સને બદલીને નવા બનાવે છે. કંપનીના દાવા પ્રમાણે દર્દીનું જીવન કેટલું લંબાય છે એના આધારે ઈન્જેક્શનની કિંમત નક્કી કરી છે. કંપની દાવો કરી રહી છે કે આ ઈન્જેક્શનમાં કંપનીનો નફો નજીવો છે. નોર્વાટિસ આ ઈન્જેક્શનને 5 વર્ષના હપ્તામાં ખરીદવાની છૂટ બ્રિટનમાં આપે છે. મોટી વાત એ પણ છે કે જો ઈન્જેક્શન અસર ન કરે તો કેટલાક નાણાં કંપની દર્દીને પરત પણ આપે છે