કાબુલના રસ્તા પર 21 ઓગસ્ટથી ફરી સામાન્ય લોકો ફરવા લાગ્યા હતા. જોકે એક તફાવત હતો. કોઈ પણ જગ્યાએ જાવ તે દુકાન, મોલ, લોકલ માર્કેટ કે પછી બસ સ્ટેશન બધી જગ્યા પર પુરુષો જ દેખાતા હતા. તે પણ કુર્તા-પાયાજામા અને સદરો પહેરીને.22 ઓગસ્ટ, રવિવારે, બપોરે 1 વાગ્યે, કાબુલના જાણીતા મોલ ગુલબાર સેન્ટરની અંદર અન્ડર ગારમેન્ટ્સની દુકાન લગાવીને બેઠેલા એક દુકાનદારે જણાવ્યું કે હાલ બે દિવસમાં 25-30 મહિલાઓ આવી. ઘણી વખત તો તેનાથી પણ વધુ સમય સુધી ચારે તરફ નજર દોડાવીએ તો કોઈ મહિલા દેખાતી નહોતી. પહેલા જે જગ્યાએ 500 જેટલી મહિલાઓ ફરતી દેખાતી હતી, ત્યાં હવે મુશ્કેલથી ચારથી પાંચ મહિલાઓ જોવા મળે છે. આ તાલિબાનીની અસર હતી. આ કારણે તે સ્ટોપ પર તે આમતેમ ભટકી રહી છે. કેટલીક મહિલાઓની સાથે બાળકો પણ છે, કેટલીક મહિલાઓ એકલી છે. કેટલીક મહિલાઓની સાથે પુરુષ પણ છે. કેટલીક મહિલાઓ ઘરે જવા માટે ચાલતી જ નીકળી ગઈ છે.
23 ઓગસ્ટ, દિવસ સોમવાર, સવારે 11 કલાક, કાબુલની સરકારી અહમદ શાહ બાબા હોસ્પિટલ. અહીં પહેલા જેવી જ સ્થિતિ છે. હોસ્પિટલનો મોટો ગેટ બંધ છે. જોકે તેની નજીક આવેલા નાના ગેટને ખાોલવામાં આવ્યો છે. તેમાં પુરુષ, બાળકો અને સૌથી વધુ મહિલાઓ દેખાઈ રહી છે.