શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

breaking Gujarat Latest Madhya Gujarat Panchmahal shera

રિપોર્ટર :  પ્રિતેશ દરજી || શેહરા ||

આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ દ્વારા આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી છે.

શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન મુક્ત કરાવવા માટે ફોરેસ્ટ કચેરી ખાતે શુક્રવારના રોજ શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ આવ્યા હતા.આર.એફ. ઓ રોહિત પટેલ એશેહઝાદ ઈબ્રાહીમ મખમલ ને અરજી બાબતે પૂછતા આરોપીઓ ગુસ્સામાં આવી જઈને અપ શબ્દો બોલવા લાગ્યા હતા.

શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ એ આર.એફ. ઓ રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી સાથે કોઈ કેસમાં ફસાઈ દેવાની પણ ધમકી આપી હતી. જોકે આ બનેલા બનાવવાની જાણ તાત્કાલિક ફોરેસ્ટ કચેરી ખાતેથી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ખાતે પહોંચી જઈને ત્રણ આરોપીઓને પકડીને પોલીસ મથક ખાતે લાવી ને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ એ આ  બનેલા બનાવને   ગંભીરતાથી લઈને  પોલીસ મથક ખાતે શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ સામે કડક કાર્યવાહી થાય તે માટે ફરિયાદ નોંધાઇ હતી, જોકે તાલુકા વન વિભાગના અધિકારી સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓ સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે એતો જોવુંજ બન્યુ છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર ને ધમકી આપનારા ત્રણ આરોપીઓ સામે કડક કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવવી જોઈએ જેથી આવનારા દિવસોમાં બીજા અન્ય અધિકારીઓ સાથે આ રીતે ના બનાવ બનતા અટકી શકે તો નવાઇ નહી,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *