કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે.

Junagadh Latest

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલછે જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવીછે મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવેછે મંદિરની પુજા પરેશ બાપુ કરેછે આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે જેમા કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના ધર્મ પ્રેમી જાહેર જનતા દર્શને તથા પ્રસાદી ધરવા આવેછે શીતળા માતાજીના મંદિરે કુલેર તથા શ્રીફળની પ્રસાદી ધરવામા આવેછે ગુજરાતના મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામે આવેલછે દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે કોરોનાની પરિસ્થિતિને કારણે સાતમની ઉજવણી બે વર્ષથી બંધ રાખવામાં આવેલ હતી પરંતુ હાલમાં આવનારી ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોય તા. ૮ શુક્રવારે ચૈત્રી સાતમની ઉજવણીમાં સર્વ ધર્મ પ્રેમી જાહેર જનતાએ લાભ લેવા પધારવા મંદિરના પુજારી પરેશ બાપુની યાદીમાં જણાવાયુંછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *