|| પંચમહાલ મિરર ડેસ્ક. ||
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
તાજેતરમાં ખાબકેલા થોડાજ વરસાદે પાલિકા તંત્રની કામગીરી ની પોલ ખોલી નાંખી : વાહનચાલકો ભોગ બની રહયા છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ ની નગરપાલીકા હાલ ચીફ ઓફિસર અને વહીવટદાર ના હાથ માં છે તેવા માં કાલોલ શેહેર માં અનેક પ્રકારની પારાવાર તકલીફો નો સામનો કાલોલ નગર જનો કરી રહ્યા છે એ પછી સાફ સફાઈ હોઈ કે સ્ટ્રીટ લાઈટો હોઈ કે મૂળભૂત જરરિયતો હોઈ કાલોલ નગરપાલિકા ના વહીવટદારો ને કોઈ પણ પ્રકારની ચિંતા ના હોઈ તેવું દેખાય રહ્યું છે, થોડા સમય અગાઉ થી કાલોલ માં પીવાના પાણીની લાઈનની કામગીરી અંતર્ગત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
ત્યાંરે આ કામગીરી દરમ્યાન યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં તાજેતરમાં થયેલા વરસાદમાં માટી બેસી જતાં માર્ગ ઉપરથી અવરજવર કરતાં અનેક વાહનચાલકો ફસાઈ રહયા છે.
ત્યારે તંત્ર દ્વારા યોગ્ય રીતે પુરાણની કામગીરી કરવામાં આવે અને ચોક્કસ ભ્રષ્ટાચાર વગરનું કામ થાય તેવી કાલોલ નગર જનો ની માંગ ઉઠવા પામી છે.
લાખો કરોડો રૃપિયાના કોન્ટ્રાક્ટ લઈને કામમાં વેઠ ઉતારતી આવી એજન્સીઓ સામે કડક પગલા ભરવા જરૃરી લાગી રહ્યા છે. એટલું જ નહીં પાલિકા અને પાલિકા ના પૂર્વ સભ્યો પ્રમુખ એ પણ એ પણ આવી કામગીરી ઉપર મોનિટરિંગ કરવું જોઈએ અને પ્રજા ના ટેક્સ માં પૈસા નો દુરુપયોગ ના થાય અને પ્રજાલક્ષી કામ સારા અને કોઈ પણ પ્રકારની ખયકો વગર ના થાય એનું ધ્યાન દોરવું જોઈએ..