પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર માં પણ પ્રતિબંધિત કોનોકાપર્સ ના વૃક્ષો નું વાવેતર મારુતિ બિલ્ડિકોન દ્વારા શામળ દેવી રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટી માં કરવા માં આવેલ હતું.. પરંતુ વન વિભાગના પરિપત્રો હોવા છતાં સોસાયટી ના બિલ્ડર્સ દ્વારા કોઈ પણ જાત ના આજ સુધી આ પ્રતિબંધિત વૃક્ષો ને હટવા કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નહોતી અને સોસાયટી ના રહીશો તેમજ બાજુમાંજ આવેલ સ્કૂલ ના બાળકો ના જીવન ને નુકસાન પહોંચે તેની પણ ચિંતા કાર્ય વગર આ બિલ્ડર એ પોતાનો આર્થિક ફાયદા ને મહત્વ આપ્યું હતું…
અંતે પંચમહાલ મિરર સમચાર પત્ર માં પ્રતિબંધિત કોનોકાર્પસ ના વૃક્ષ થી થતા નુકસાન ના આધારે આજ રોજ મારુતિ નંદન સોસાયટી ના બાજુ માં આવેલ શાંતિનિકેતન સ્કૂલ એ પોતાની જવાબદારી સમજી આ પ્રતિબંધિત વૃક્ષ ને હટાવવા ની કામગીરી શરૂ કરવા માં આવેલ હતી..
અમે મારુતિ નંદન સોસાયટી ના રહીશો ને આ પ્રતિબંધિત કોનોકાર્પસ વૃક્ષ થી થતા ગેરફાયદા જેવા કે પાણી નું વધુ પ્રમાણ માં શોષણ , શ્વાસ ની તકલીફ જેવી અનેક ગંભીર બીમારીઓ થતી હોય તેણી સમજણ આપી અમારી સંસ્થા ના સ્વ ખર્ચે આ પ્રતિબંધિત વૃક્ષો ને દુર કરવા ની કામગીરી કરવા માં આવી...
- એસ.કે ચોધરી, સંચાલક - શાંતિનિકેતન શિક્ષણ સંકુલ. કાલોલ
સમગ્ર મુદ્દે એક વાત સામે આવે છે કે આ તંત્ર ને શું માનવજીવન કરતા આ બિલ્ડર ની વધુ ચિંતા હશે??..