રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા અઠ્ઠાવીસ ગામ માછી સમાજની ત્રણ વર્ષની મુદ્દત માટે રાજપીપળા મોટા માછીવાડ ના ઉમંગભાઈ ભગવાનભાઈ માછી જેઓ પ્રમુખ તરીકે જ્યારે ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ શનુભાઈ માછી પોતાની સેવાઓ આપી રહ્યા હતા પરંતુ ઉપરોક્ત બન્ને હોદ્દેદારોના અવસાન થતા બાકી રહેલ સમયવધી માટે પ્રમુખ-ઉપપ્રમુખ ની જગ્યાઓ પર નવી નિમણૂક કરી નક્કી થયેલ નામો ૨૮ ગામ માછી સમાજની કારોબારી સમિતિમાં મોકલવાના થતા હોય જે અર્થે સમસ્ત રાજપીપળા માછી સમાજ પાંચ ફળીયાના આગેવાન પટેલોની એક મીટીંગનું આયોજન નવા ફળિયા પંચના મંદિર ખાતે કરવા કરવામાં આવ્યું હતું . મીટીંગની શરૂઆતમાં ૨૮ ગામ માછી સમજના પ્રમુખ સ્વ ઉમંગભાઈ ભગવાનભાઈ માછી તથા ઉપપ્રમુખ ચંદુભાઈ શનુભાઈ માછી તેમજ રાજપીપળા પાંચ ફળિયાના નામી – અનામી એવા વ્યક્તિઓના થયેલ દુ:ખદ અવસાન બદલ સદગતના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી.૨૮ માછી સમાજના મહામંત્રી બાલુભાઈ.સી.માછી દ્વારા ઉપસ્થિત પાંચ ફળિયાના પટેલ આગેવાનોને શબ્દોથી આવકારી મીટીંગનું અધ્યક્ષ સ્થાન ઠકોરભાઈ માછીને આપવા બદલ દરખાસ્ત કરવામાં આવી જેને પ્રકાશભાઈ માછીએ મનુમોદન રજુ કર્યું.૨૮ ગામ માછી સમાજના મહામંત્રી બાલુભાઈ.સી.માછી એ ઉપસ્થિત પાંચ ફળિયાના પટેલ આગેવાનોને સંબોધતા જણાવ્યું કે બાકી રહેલ સમયાવધી માટે ખાલી પડેલ પ્રમુખ / ઉપપ્રમુખના હોદ્દા માટે જે કોઈએ ઉમેદવારી કરવી હોય એ મૌખિક રીતે કરી શકે છે.જેથી મોટા માછીવાડના ઠકોરભાઈ મણીલાલભાઈ માછી અને લીમડાચોકના પ્રકાશકુમાર ભીખાભાઈ એ મૌખીક રીતે કરી શકે છે.જેથી મોટા ઠકોરભાઈ મણીલાલભાઈ માછી અને પ્રકાશકુમાર ભીખાભાઈ એ મૌખીક રીતે ઉમેદવારી કરતા માત્ર બે જ ઉમેદવાર થતા સમાજના અગ્રણીઓએ સુચારુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખાલી જગ્યાઓ પણ બે જ છે અને ઉમેદવાર પણ બે જ છે એવા સંજોગમાં મતદાન કરવું યોગ્ય નથી લાગતું કારણકે ઓછા – વધતા મત થતાં ઉમેદવારો ઉપરાંત સમાજના લોકોમાં પણ અસમંજસ ની સ્થિતી ઉત્પન્ન થશે અને તેમાથી સમાજની એકતા અને સંપ તૂટશે.જો બંને ઉમેદવારો અને ઉપસ્થિત સૌને માન્ય હોય અને યોગ્ય લાગે તો ચિઠ્ઠી ઉછાળી ઉપરોક્ત હોદ્દા પર જેતે ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી શકે છે.આ વાતને સર્વાનુમતે ગ્રાહ્ય રાખવામાં આવતા અંતે ચિઠ્ઠી દ્વારા નસીબ અજમાવતા પ્રમુખના હોદ્દા પર ઠાકોરભાઈ મણીલાલભાઈ માછી (મોટા માછીવાડ) તેમજ ઉપપ્રમુખના હોદ્દા પર પ્રકાશકુમાર ભીખાભાઈ માછી (લીમડા ચોક ) ના નામે ખુલ્યા હતા જેને ઉપસ્થિત સૌ માછી સમાજના પટેલ આગેવાનોએ વધાવી લઈ બન્ને ઉમેદવારો ને શુભેચ્છા સુમન પાઠવ્યા હતા.પ્રમુખ- ઉપપ્રમુખ એ બાકી રહેલ સમયાવધી માટે સર્વાનુમતે કરાયેલ વરણી બદલ સૌનો આભાર વ્યકત કરી સૌના સાથ અને સહકાર થી ૨૮ ગામ માછી સમાજના બાકી , અધુરા તેમજ વિકાસશીલ કામો સહદયપુર્વક કરીશું તેમ જણાવ્યું હતું.અંતમાં આભારવિધિ પ્રકાશભાઈ માછી એ કરી હતી.