રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ખેડુતે પોતાના ખેતરનો પાળો સ્વેચ્છાએ હટાવી લીધાની મામલતદારને કરી હતી લેખિતમાં જાણ
સ્થાનિક તંત્ર રાજકીય ઈશારે કામગીરી કરતું હોવાનો આક્ષેપ
ખેડુતને જાણ કર્યા વગર મગફળીના વાવેતર સહીત, ખેતર ઉખેડવાની કામગીરી શરૂ
જાણ કર્યા વગર ખેતર ઉખેડવાની કામગીરી રોકતા ખેડુતને તંત્રના કહેવાથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા ગાડીમાં બેસાડી રાખ્યા હોવાનો ખેડુતનો આક્ષેપ
તંત્રની કામગીરીથી આઘાત લાગતા ખેડુતની પત્નીને લો બીપી થતા સારવારમાં આઘાતથી મૃત્યુ થશે તો જવાબદારી તંત્રની રહેશે તેવું ખેડુતે જણાવ્યું.
ખેડુતને ન્યાય આપવાની માંગણી સાથે ગઈ કાલે જીલ્લા કોંગ્રેસ મહામંત્રી વી. ટી. સીડાની આગેવાનીમાં જીલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર
આજે પણ તંત્ર દ્વારા બે જેસીબી મશીન દ્વારા ખેડુતના મગફળીના વાવેતર સહીતના ખેતર ઉખેડવાની કામગીરી શરૂ