યોગેશ પંચાલ : છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં સરકારી ગ્રાન્ટો ની હય ગઈ ના કરોડોના કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે એક વધુ શિક્ષણ વિભાગમાં કૌભાંડ જેમાં જે વાલીઓ સ્થળાંતર કર્યું હોય તેમના બાળકોને સ્થળાંતર ના સમયગાળા દરમિયાન મૂળ ગામમાં જ રહી સિઝનલ હોસ્ટેલ સ્પેશિયલ ટ્રેનિંગ નું આયોજન કરવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની 15 શાળાઓમાં 900 બાળકો માટે 1 કરોડ 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં કવાંટ તાલુકાની પાંચ શાળાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ પાંચ પ્રાથમિક શાળાઓમાં સોઢવડ ગામે પ્રાથમિક શાળા જેમાં આ કેમ્પ ચાલુ કરવામાં આવેલ નથી અને ગ્રાન્ટ પરત કરવામાં આવેલ છે તેમ માહિતી મળેલ છે જ્યારે મોટી ચીખલી પ્રાથમિક શાળામાં 58 મોગરા પ્રાથમિક શાળામાં 50 ભુરીયા કુવા પ્રાથમિક શાળામાં 25 સૈડીવાસણ પ્રાથમિક શાળામાં 75 બાળકો સિઝનલ હોસ્ટેલ માટે 2023 24 માં નવ મહિનાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે તારીખ 05 12 2023 ના મંગળવાર ના રોજ આ શાળાઓમાં માહિતીના આધારે તપાસ કરતા સૈડીવાસણ પ્રાથમિક શાળા જેમાં 75 બાળકો સિઝનલ હોસ્ટેલ માટે ગ્રાન્ટ ફાળવેલ છે ત્યારે માત્ર 11 જ બાળકો શાળા મા હાજર હતા જ્યારે ભુરીયાકુવા પ્રાથમિક શાળામાં જેમાં 25 બાળકોની સંખ્યા છે.
ત્યાં સાત બાળકોની સંખ્યા હાજર હતી તારીખ 6 12 23 ને બુધવારના રોજ મોગરા પ્રાથમિક શાળામાં 50 ની જગ્યાએ માત્ર 16 બાળકો હાજર હતા અને મોટી ચીખલી શાળામાં પણ 50 બાળકો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે પરંતુ ત્યાં પણ બાળકોની અપૂરતી સંખ્યા જોવા મળી હતી આ ચાર પ્રાથમિક શાળાઓમાં જેમાં જેટલા વિદ્યાર્થી ઓ હોય તેના 100 ટકા નાણાં સરકાર દ્વારા ફાળવવા આવેલ છે જ્યારે આ શાળા ઓ મા કવાંટ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી ની શાળાઓનો પણ સમાવેશ થાય છે જે ઓ શાળાના આચાર્ય છે શિક્ષણ વિભાગના કર્તાધરતા એવા આગેવાનો જ આદિવાસી બાળકો ના નામે યોજનાઓ હવામા બતાવીને તેના રૂપિયા પડાવી લેતા હોવાની લોક ચર્ચા ચાલી રહી છે આ બાબતની જીલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરતા તેઓએ જનાવેલ કે બીઆરસી કક્ષાએ ટીમ બનાવીને તેની તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ આ સીઝનલ હોસ્ટેલ જે બીઆરસી ના દેખરેખ માં આવતી હોય છે તો બીઆરસી પણ ધ્યાન આપતા ન હોવાનું જોવા અને જાણવા મળ્યું છે જ્યારે તેઓ પાસે માહિતી માંગતા તેઓ એ કોઈ પણ પ્રકાર ની માહિતી આપી ન હતી આમ કવાંટ તાલુકા મા ભૂતકાળ ના બી આર સી અને હાલ ના બીઆરસી ચર્ચા મા રહેવા પામ્યા છે અને સમગ્ર જિલ્લા સુધીની ટીમ મિલી ભગત હોય તેમ લાગી રહ્યું હોવાની લોકચર્ચા ચાલી રહી છે ગુજરાત રાજ્યના અતિ પછાત તાલુકો એટલે કવાટ જેમાં સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આવા કૌભાંડ ના કારણે કવાટ તાલુકા નો વિસ્તાર પછાત રહે છે અને શિક્ષણનું સ્તરમાં પણ સુધારો થતો ન હોય તમે લાગી રહ્યું છે તો શું આ કરોડોનું કૌભાંડ છોડાઉદેપુર જિલ્લામાં ચાલી રહ્યું છે તો તેની તપાસ હાથ ધરવામાં આવે પગલાં લેવામાં આવે તેમ કવાંટ તાલુકા ના શિક્ષિત આદિવાસી સમાજ ની માંગ છે