પંચમહાલ: શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મીને નડ્યો અકસ્માત.

Latest Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મી છેલાભાઈ રાયજીભાઈ ખાંટ તેમના પૌત્ર ગજેન્દ્ર ની દુકાનનું ઉદઘાટન કાર્યક્રમ હોવાથી પોતાના જમાઈ શૈલેષ કુમાર વિક્રમસિંહ બારીયા સાથે સવારના સમયમા બાઈક પર બેસીને શહેરા તરફ આવવા નીકળ્યા હતા.

વિશ્રામગૃહ પાસે રોંગ સાઈડ આવતા બાઇક ચાલકે વિક્રમસિંહની બાઈક સાથે અથડાવી હતી. બાઈકને અથાડતા સસરા જમાઇ પડી ગયા હતા. જેથી બાઈક ચલાવનાર ઇસમ સરફરાજ અને આસીફે બુમાબુમ કરતા રોડની બાજૂથી પંદરેક ઇસમો દોડી આવ્યા હતા. અને નિવૃત પોલીસકર્મી તેમના જમાઇ શૈલેષને ગડદાપાટુ માર મારવા લાગ્યા હતા.જેમા સરફરાજ નામમા ઇસમે ધાતુનૂ પંચ પહેરીને મોઢાના ભાગ પર માર્યુ હતુ. તેમજ અન્ય એક યુવકે હોકી લઈને શરીરના ભાગે ફટકા માર્યા હતા.તેમના પૌત્રને જાણ થતા તે બનાવ સ્થળે દોડી આવીને ટોળાના હુમલામાથી આ બે વ્યક્તિઓને છોડાવાયા હતા. જ્યારે બાઈકચાલક ને શરીરે ઈજા થઈ હોવાથી તેને રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે લુણાવાડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનેલા બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પી.એસ.આઇ જે. કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે પહોંચી જઈને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. જ્યારે નિવૃત પોલીસકર્મીએ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજના સરફરાજ,આસિફ સહિત અન્ય ૧૧ ઇસમો સામે ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *