દર વર્ષે ધુળેટીના દીવસે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનુ આયોજન કરવામાં આવે છે. એક જ પંગતે બે હજારથી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ઐતિહાસિક અને પૌરાણિક આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે ધુળેટીના દીવસે બપોર બાદ સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઘઉના લોટ ગોળની કળા પકવાન બનાવવામાં આવે છે. જેનો નાની ઘંસારી તથા આજુબાજુના ગામના ભાવિક ભક્તો એક પંગતે બેસી પ્રસાદીનો લાભ લે છે. આશાપુરા માતાજીના મંદિરના સાનિધ્યમાં ઢોલ શલણાઈના સુરના સંગાથે રાસ ગરબાનું આયોજન થાય છે. હાલના વર્ષે બે હજારથી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ધુળેટીના દિવસે આશાપુરા માતાજીના મંદિરે પકવાનની પ્રસાદીનું આયોજન થાય છે. જેમાં સેવાભાવીઓ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. ગરીબ હોય કે ધનવાન હોય એક સાથે બેસી પ્રસાદી લેવામાં આવેછે અને તમામ લોકોને બેઠક વ્યવસ્થા સાથે પ્રસાદી પીરસવામાં આવે છે. પ્રસાદી અને દર્શનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. અનેક શ્રદ્ધાળુઓ માનતા પુર્ણ કરવા અને દર્શને આવે છે.
Home > Saurashtra > Junagadh > કેશોદના નાની ઘંસારી ગામે આશાપુરા માતાજીના મંદિરે પ્રસાદનો લાભ લેતા ભાવીક ભકતો.