ડિવાઈડર તોડીને કાર સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ; સેન્ટ્રલ લોકના કારણે કારની બહાર ન નીકળી શક્યા.
યુપીના બરેલીમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 8 જાનૈયાઓ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે બરેલીમાં ભોજીપુરા નજીક નૈનીતાલ હાઇવે પર થયો હતો. અહીં સ્પીડમાં આવતી અર્ટિગા કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર તોડી સામેની લાઈનમાં આવી ગઈ. દરમિયાન સામેથી આવતા ડમ્પરે કારને ટક્કર મારી હતી.
ડમ્પર પણ પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું. તે કારને 15 થી 20 મીટર સુધી ઢસડી ગયું હતું. આ પછી વિસ્ફોટ થયો અને કાર અને ડમ્પરમાં આગ લાગી ગઈ. એસએસપી ઘુલે સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે કાર સેન્ટ્રલી લોક હતી. જેથી કારમાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. કારમાં સવાર તમામ લોકો અંદર જ જીવતા સળગી ગયા અને મૃત્યુ પામ્યા. બાદમાં કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં 7 યુવકો અને એક બાળકનો સમાવેશ થાય છે.
તમામ લોકો બરેલીથી લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા
બહેડીના જામ મહોલ્લાના રહેવાસી ઉવૈસના લગ્નની જાન શનિવારે બરેલીના ફહમ લૉનમાં આવી હતી. ત્યાં જવા માટે ત્યાં રહેતા એક સંબંધી ફુરકાને અર્ટિગા કાર બુક કરાવી હતી. કારના માલિક સુમિત ગુપ્તા છે, જે ટ્રાવેલ બિઝનેસનું કામ કરે છે. ફુરકાન તેના સંબંધીઓ અને મિત્રો સાથે જાનમાં જવા માટે પહોંચ્યો હતો. લગ્નમાં હાજરી આપી હતી. ત્યારબાદ રાત્રે 11 વાગે આ લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા.
પોલીસને આશંકા છે કે ટાયર ફાટવાને કારણે કાર પરનો કાબુ ગુમાવ્યો હશે. જોકે, કાર બળી ગઈ હોવાથી આ સ્પષ્ટ નથી. એવી પણ શક્યતા છે કે ડ્રાઈવરને જોકુ આવવાને કારણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હશે.
યુપીના બરેલીમાં 8 જાનૈયા કારમાં જીવતા ભડથું થયા:ડિવાઈડર તોડીને કાર સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ; સેન્ટ્રલ લોકના કારણે કારની બહાર ન નીકળી શક્યા.
અર્ટિગા અને ડમ્પરની ટક્કર બાદ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે હાઈવેની બાજુમાં રહેતા લોકો જાગી ગયા હતા. તે ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો કાર અને ડમ્પરમાં જ્વાળાઓ એટલી જોરદાર હતી કે તે કંઈ કરી શક્યા નહીં. અંદર ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પ્રયાસ નિષ્ફળ ગયો.