મહેસાણા જિલ્લામા અત્યાર સુધી કોરોના કુલ ચાર કેસ નોંધાયા છે. આજે કોરોનાના બે કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. બંને દર્દીને વડનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના બે પોઝીટીવ કેસ બાદ તંત્ર સતર્ક બન્યું છે. પોઝિટિવ કેસ ધરાવનારના પરિવારના લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં સાત વ્યક્તિઓના સેમ્પલ લેવાયા જોકે તમામના સેમ્પલ નેગેટિવ આવતા લોકોએ રાહતને શ્વાસ લીધો. સાતેય લોકોને ડીસા આઇસોલેશનમાં રખાયા હતા.