*************************************
ચોકાવનારો ખુલાસો : મહેસાણામાં ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો, તપાસ કરાતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું
મહેસાણા તાલુકામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશન મામલે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશન થયાનો આંકડો આપ્યો હતો. જોકે, તપાસ કરવામાં આવતા માત્ર 85 ઓપરેશન થયાનું સામે આવ્યું હતં. તેમજ હાલ 17 લોકોને તેનું ચુકવણું કરવામાં આવ્યું હતું.
16 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા ખોટા ઑપરેશન થયાના આંકડા આપ્યા હતા. 16 ફિમેલ હેલ્થ વર્કરને કારણ દર્શક નોટિસ આપી યોગ્ય ખુલાસો નહીં જણાય તો નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તાલુકાના મેડિકલ ઓફિસરોને હાજર રહેવા તાકીદ કરાઈ છે. કુટુંબ નિયોજનના જરૂરી પુરાવા લઈ હાજર રહેવા તાકીદ કરાઈ છે.
મહેસાણા તાલુકામાં કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનના જાહેર થયેલા આંકડામાં 17 લોકોને ચુકવણું થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મહેસાણામાં ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 665 કુટુંબ નિયોજનના ઓપરેશનનો આંકડો અપાયો હતો. જો કે, આ આંકડાના લાભાર્થીના નામોની વિગતો માંગતા કોઈ નામ જ મળ્યા ન હતા. જેની તપાસ ટીમ દ્વારા તપાસ શરૂ કરતા 665 પૈકી 85 લાભાર્થીના ઓપરેશન થયાની તપાસમાં વિગતો સામે આવી છે.
જેમાંથી હાલમાં 17 લાભાર્થીઓને તેનું ચુકવણું કરવામાં આવ્યું છે અને બાકીના 580 ભૂતિયા ઓપરેશનના આંકડા જાહેર થયું હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલામાં 16 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા ખોટા આંકડા અપાતા કારણ દર્શક નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યાં છે. જો યોગ્ય ખુલાસો નહીં જણાય તો નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તાલુકાના મેડિકલ ઓફિસરોને કુટુંબ નિયોજનના ઓપરેશનના જરૂરી પુરાવા લઈ હાજર રહેવા તાકીદ કરાઇ છે.