રોડ પર પસાર થઈ રહેલા યુવકોએ બેભાન અવસ્થામાં વિદ્યાર્થિની ને જોઈ.
વડોદરા જિલ્લા ના ભાયલીમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ ફ્લેટના ઉપરથી પડતું મુકતા સ્થાભતા છવાઈ જવા પામી હતી. તે અરસા માં મોડી રાત્રે રોડ પરથી પસાર થઈ રહેલા યુવકોએ વિદ્યાર્થીનીને બેભાન અવસ્થામાં જોઈને સોસાયટીના વોચમેનને જાણ કરી હતી.
વોચમેને સોસાયટીના રહિશોને જાણ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની માતા સાથે હતી અને ભાઈ તેમજ પિતા વડોદરા બહાર હતા. આ ઉપરાંત સ્થાનિક લોકોએ યુવતીને રાત્રે 12 વાગ્યા આસપાસ વોક કરતા જોઈ હતી.
પ્રાપ્ત માહીતી અનુસાર ભાયલીના સ્ટેશન રોડ ઉપર મેડ્રિડ કાઉન્ટી સ્થિત ફેન સ્ટોપેજ બંગલોઝ આવેલા છે. જ્યાં વિદ્યાર્થીની મોડી રાત્રે 12.30 વાગ્યા આસપાસ બંગલોઝની સામે આવેલા પેસિફિકા નામની બિલ્ડીંગમાંથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. મોડી રાત્રે પસાર થયેલા બે-ત્રણ યુવાનોએ એક યુવતીને બેભાન અવસ્થામાં રોડ ઉપર પડેલી જોતા વોચમેનને જાણ કરી હતી. તેથી તરત જ વોચમેન સ્થળ પર આવી ગયો હતો અને બેભાન અવસ્થામાં પડેલી સગીરાને જોઇ હતી. બાદમાં તેઓએ સોસાયટીના પ્રમુખને જાણ કરતા પ્રમુખ સહિત સોસાયટીના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા.
સોસાયટીના પ્રમુખે તાલુકા પોલીસને જાણ કરતા PSI જે.યુ. ગોહિલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. પોલીસ કાફલામાં સાથે આવેલી મહિલા પોલીસે બેભાન અવસ્થામાં પડેલી વિદ્યાર્થીનીને જોતા લગભગ સગીરાનો શ્વાસ ચાલતો ન હતો. છતાં પોલીસે 108 એમ્બ્યુલન્સને બોલાવતા ટીમે તપાસ કરતા સગીરા મૃત હતી. તેથી તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી