રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજુલાના મામલતદારે આજે જણાવ્યુ હતું કે જે લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમણે ઘરમાં રહેવુ ફરજીયાત છે. જો કોઇ આવી વ્યક્તિ ઘર બહાર નિકળે તો આસપાસના લોકોએ ટીડીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશન કે પાલીકાના ચીફ ઓફીસરને મોબાઇલ પર તસવીરો મોકલી દેવી. ગામના તલાટી અને સરપંચને પણ જાણ કરવી. આવી વ્યક્તિ સામે કાનુની પગલા લેવામાં આવશે.