રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ ના માલનીયાદ-ઇસનપુર પંથકમાં બુધવાર તીડના ઝુંડે દેખા દેતાં ખેડૂતોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તીડના આ ઝુંડ ખેડૂતોના પાક.ઉપર આક્રમણ કરી સફાયો કરી મૂકે તે પહેલાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ભારત પાકિસ્તાન સરહદ પરના ખારા રણના જેસલમેરથી બનાસકાંઠા સુધીના અફાટ રણ વચ્ચે પાકિસ્તાનથી આવેલા તીડના આક્રમણની દહેશત સેવાઈ રહી હતી. ત્યારે પુનઃ હળવદ પંથકમાં તીડના ઝુંડ જોવા મળતાં ખેડૂતોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે.
હળવદના ખેડૂતો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ ભારે વરસાદથી ખેતીના પાકને ભારે નુકશાન થયું હતું. આટલું ઓછું હોય તેમ બે ચક્રવાતના કારણે કમોસમી વરસાદ, કરા અને વાવાઝોડાએ ખેડૂતોની પડતા ઉપર પાટુ માર્યું હતું. તો વળી કેનાલો તૂટતાં ખેતીના પાકોને નુકશાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં હવે તીડ ત્રાટકતા ખેડૂતો જાયે તો જાયે કહા જેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.
હળવદના રણકાંઠા વિસ્તારોમાં તીડનું ઝુંડ આવ્યું છે જેને કારણે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ વાવેલા પાક હાલ તૈયાર થઈ ગયેલો હોય એવા સમયે તીડનુ ઝુંડ આવતા ખેડૂતો ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે જોકે આ બાબત ભાજપ મંત્રી દ્વારા તાત્કાલિક અસરથી રાજ્યના કૃષિમંત્રીને પત્ર વ્યવહાર કરી તિડનો ગંભીર વિષય ધ્યાનમાં મૂક્યો છે.