કાલોલ માં ગોવર્ધનનાથજી હવેલી ખાતે અધિક માસ દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી નાં માર્ગદર્શન હેઠળ અલૌકિક મનોરથો નાં દર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં વિવિધ મનોરથો જેવા કે જરદોજી બંગલા માં, સાંજી મનોરથ, સાવન ભાદો મચકી, ગૌચરણ લીલા, પતંગ ઉડાવત, મોતી મહેલ, દાન લીલા, આંખ મિચોલી, રાસોત્સવ, બરસાના ખેલે હોરી, ગોકુલ બજાર, સુકા મેવા નિકુંજ, નાવ નો મનોરથ, માખણ ચોરી લીલા, દિપ દાન હટરી, છાકલીલા જેવા અનેક અલૌકિક મનોરથ નાં દર્શન કાલોલના સમસ્ત વૈષ્ણવ સમાજ ના વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યા માં લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી.
આ અધિક માસ દરમિયાન તા ૩૦-૦૭-૨૦૨૩ નાં રોજ પ .પૂ.પા.ગો. શ્રી દ્વાકેશલાલજી મહોદય શ્રી દ્વારા રાજ દરબાર માં સોના નાં બંગલો નો અલૌકિક મનોરથ કરવામાં આવ્યો હતો તેમજ કાલોલ ગોવર્ધનનાથજી હવેલી નાં ગાદીપતિ પૂ.પા.ગો.૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી (મથુરા – કાલોલ – રાજકોટ) નાં સાનિધ્ય માં તારીખ ૧૪-૦૮-૨૦૨૩ ને સોમવાર નાં રોજ સવારે રાજભોગ માં કુનવારો નાં મનોરથ તથા સાંજે પુષ્પ વિતાન જેવા અલૌકિક મનોરથ કરવામાં આવ્યો હતો અને આજ દિવસે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા રાત્રે મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦૦ થી વધુ વૈષ્ણવો એ પ્રસાદી નો લાભ લીધો હતો. આ અધિક માસ દરમિયાન દર્શનાર્થી ઓ ને દર્શન કરવામાં અગવડ નાં પડે તે માટે ની સુંદર વ્યવસ્થા નું આયોજન મંદિર મંડળ નાં સર્વે યુવા કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી.
આ અધિક માસ દરમિયાન નાં અલૌકિક મનોરથ ને સફળ બનાવવા શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારીજી,શ્રી ગોવર્ધનનાથજી હવેલી કાલોલ ના કિર્તન કારો એવમ મંદિર મંડળના સર્વે યુવા કાયૅકતાઓ એ જહેમત ઊઠાવી હતી.