વીરેન્દ્ર મેહતા : પંચમહાલ
કાલોલ ના ગોળીબાર પાસે ખુલ્લી જગ્યામાં મૃત ગાયો ફેંકી જતા પાલિકા કર્મીઓ સામે ભારે રોષ ની લાગણી જોવા મળી.
કાલોલ નગરપાલીકા દ્વારા કચરો છૂટો પાડી ને રિસાયકલ કચરો નાખવા માટે ની જગ્યા બનાવેલ છે અને મોટા પાયે આ રિસાયકલ પ્લાન્ટ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કાલોલ ના ગોળીબાર પાસે નગરપાલિકા દ્વારા બુધવારે બપોરના સુમારે બે મૃત ગાયો જેના પગે દોરડા બાંધેલ હતા તેવી બે ગાયો કચરા ની જગ્યામા ખુલ્લામાં ફેંકી દેતા ભારે અરેરાટી વ્યાપી છે.
ગાય માતા ને હિંદુ ધર્મ મા અતિ પૂજનીય માનવામાં આવે છે તેવી ગૌ માતા ની મૃત્યૃ બાદ આવી હાલત જોઈને ગૌ ધર્મ પ્રેમી હિન્દુઓની લાગણી દુભાઈ છે ત્યારે મૃત ગાયો નો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે આ રીતે ફેંકી જતા પાલિકા કર્મીઓ સામે ઉચિત કાર્યવાહી કરવા ની માંગ ઉઠી છે.