બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કનૈયાલાલ રતીલાલ માછી રહે, ચંદ્રવિલા સોસાયટી રાજપીપળા તેઓ રાજપીપળા પો.સ્ટે આપેલ આવક અરજીમાં જણાવ્યા મુજબ પોતાના કામ અર્થે કાલાઘોડા રાજપીપલા ખાતે ગયેલ તે દરમ્યાન તેઓનું પર્સ સહિત રોકડા રૂપિયા તથા અન્ય અસલ ડોક્યુમેન્ટ સાથે ક્યાંક પડી ગયેલ હતું. જેથી સદરી અરજી બાબતે પોલીસ ઈન્સપેક્ટર આર.એ.જાદવ ની સુચનાથી એ.એસ.આઈ મનીન્દર રમેશભાઈએ કમાંડ કંટ્રોલરૂમના સી.સી ટી.વી કેમેરાની મદદથી માત્ર પાંચ કલાકમાં ગુમ થયેલ પર્સ રોકડા રૂપિયા ૧૩૮૦૦/- તથા અસલ ડ્રાઈવિંગ લાઈસન્સ, ATM કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ શોધી કાઢી અરજદારને પરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.