આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેર્યું , ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ.

breaking gujarat Latest

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે 1200 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ છે. જેમાં આજે રજૂ કરાયેલી ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે. જોકે જયસુખ પટેલે આ મામલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે. જેની સુનવણી 1લી ફેબ્રુઆરીના રોજ થવાની છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.

મૃતકોના પરિવારના વકીલે શું કહ્યું ?
ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારનો કેસ મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા લડી રહ્યાં છે. જેઓએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતકોના પરિવાર વતી તેઓ જયસુખ પટેલની જામીન અરજી રદ થાય તે માટેનો કેસ લડી રહ્યાં છે. આજે તપાસ ચલાવતા અધિકારીએ ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં 9 આરોપી પકડાઈ ચુકેલા દર્શાવ્યા છે. તો જયસુખ પટેલ ફરાર હોવાનું ફોજદારી કેસ નં. 675/23ની ચાર્જશીટમાં દર્શાવ્યું છે. જે કેસમાં અન્ય આરોપીના નામો ખુલે અથવા તો જયસુખ પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અન્ય નામો ખુલે તો તે માટે તપાસ અધિકારી પુરવણી ચાર્જશીટ કરશે. આ કેસમાં 300 થી 400 સાક્ષીઓ તરીકે લેવામાં આવ્યા છે અને 1200થી વધુ પાનાંની ચાર્જશીટ પોલીસે ફાઈલ કરી છે.

ઓરેવા ગ્રુપના એમડી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ જાહેર કરવામાં આવ્યું હતુ
ઝૂલતો પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી છે અને હવે 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. તા.1 ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે. કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

જયસુખ પટેલની આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને લઈને આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા મુદ્દત માંગવામાં આવતા તેને ધ્યાને લઈ કોર્ટે આગામી સુનવણી પહેલી તારીખ પર રાખી છે. મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજુર કરી આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી
મોરબી ઝૂલતો પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જોકે ઝૂલતો પુલ દુર્ઘટના મામલે થયેલી ફરિયાદમાં તેમનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.

મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના સકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા માણી રહ્યાં હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચ્યો હતો. બનાવને પગલે એક તરફ હજુ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા. જે બનાવને ૩ માસ જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…
ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Editor – Owner

Dharmesh Vinubhai Panchal

7572999799

www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *