ગુજરાતમાં ભવ્ય વિજય બાદ શું બોલ્યા ગૃહમંત્રી શાહ, કોંગ્રેસ-AAP પર સાધ્યું નિશાન.

breaking GUJARAT ELECTION 22 Latest

Editor : Dharmesh Vinubhai Panchal

ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે.

  • અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો 
  • ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે – અમિત શાહ
  • ગુજરાતે પોકળ વચનો અને રેવડી રાજનીતિ કરનારાઓને ફગાવી દીધા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. ભાજપને રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત મળી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસનો 37 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં ભાજપનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 127 બેઠકો હતું, જે તેને 2002ની ચૂંટણીમાં મળી હતી. ભાજપે માત્ર આ આંકડો જ પાર નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનો 1985માં 149 બેઠકોનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 

ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા
ગુજરાતમાં ભાજપની જંગી જીત બાદ ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે,ગુજરતની જનતાએ ખાલી વચનો આપનારાઓને ફગાવી દીધા છે. ગુજરાતમાં શાનદાર જીત પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદીનો જાદુ તેમના ગૃહ રાજ્યમાં પણ ચાલુ છે. હાલ ભાજપના કાર્યકર્તાઓ નાચ-ગાન કરીને ઉજવણી કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *