રિપોર્ટર: જયેશ મારડિયા, ઉપલેટા
ઉપલેટામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટણી જાહેર થયા ત્યારથી લઇ પરિણામ જાહેર થયા ત્યાં સુધી કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે કોઈપણ ઘટના સામે ન આવતા તંત્ર દ્વારા રાહત નો શ્વાસ લેવાયો હતો અને સાથે જ ચૂંટણીના કર્મચારીઓ ચૂંટણી અધિકારીઓ મતદારો શિક્ષકો પોલીસ દળ તેમજ અન્ય કર્મીઓનો પણ આ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉપલેટા માં યોજાયેલ ઉપલેટા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે 57 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તો બીજી તરફ વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતની ઉપલેટામાં આવેલી ત્રણ બેઠકોમાં પણ નવ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ક્યારે તારીખ 2 માર્ચ ના રોજ જાહેર થયેલા ચૂંટણી પરિણામ બાદ તંત્ર તરફથી ચૂંટણી દરમિયાન સતત ખડે પગે રહેનાર અને સતત કામમાં વ્યસ્ત રહેનારાઓ જેમકે પોલીસ ગણ શિક્ષક ગણ ચૂંટણી માટેના રિઝર્વ કર્મચારીઓ સાથે જ વહીવટી તંત્ર અને ચૂંટણી અધિકારીઓ અને સ્ટાફ ગણ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને સાથે જ રાજકીય પક્ષોના ઉમેદવારો અને મતદારોએ ખૂબ સહયોગ આપી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરી અને જે સહયોગ આપ્યો હતો. તે બદલ ઉપલેટા મામલતદાર દ્વારા તમામનો આ તકે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.